આપણે જોયું અથવા નોંધ લીધી હશે કે જ્યારે આપણે આપણા કોઈ સબંધી અથવા અંગત બીમાર હોય ત્યારે હોસ્પિટલ જઈએ છીએ ત્યારે કઈ પણ કામ ના હોવા છતાં આપણે જલ્દી થાકી જઈએ છીએ. એવું શા માટે થાય છે ? ચાલો જાણીએ એના તથ્ય વિશે .
દોસ્તો જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે ફક્ત હવા એકલી નથી લેતા તેની આઠે બીજું પણ એક રહસ્યમય તત્વ હોય છે. એ ફક્ત હવા નથી જેનાથી આપણે જીવિત રહીએ છીએ. હવા એ તત્વો સમાવવા માટેનો આધાર છે. હવા માધ્યમનું કામ કરે છે. હવાના આધારે એ તત્વ શરીરમાં આવે છે જેથી આપણે જીવિત રહીએ છીએ.
જર્મની ડોક્ટર વિલ્હેમ રેખનું કહેવું છે કે હવા તો ફક્ત શ્વાસનો આધાર માત્ર છે, તેની અંદર એક રહસ્યમયી તત્વ હોય છે. અને આ તત્વ ભૌતિક નથી જયારે હવા તો ભૌતિક છે. ડોકટરે આ રહસ્યમયી તત્વનું નામ ઓર્ગન એનર્જી આપ્યું અને ભારતીય શાસ્ત્રોમાં આને પ્રાણવાયુ તરીકે ઓળખવામાં આવે છે. જે હવાના માધ્યમથી પ્રવાહિત થનાર દિવ્ય ઉર્જા છે.
જેને આપણે મહસૂસ કરી શકીએ છીએ. જયારે હોસ્પિટલ જાઓ ત્યારે તમે મહેસુસ કરી શકશો કે તમે જલ્દી થાકી ગયા છો એનું કારણ એ છે કે હોસ્પીટલમાં રહેલ બીમાર માણસોને પ્રાણ ઉર્જાની જરૂર હોય છે. જેની એમના શરીરમાં કમી હોય છે.
જેથી બીમાર વ્યક્તિનું શરીર આ કમી ને પૂરી કરવા માટે આસપાસના સ્વસ્થ વ્યક્તિઓના શરીરમાંથી પ્રાણઉર્જા ખેંચે છે હવાના માધ્યમથી.
બસ આજ કારણથી આપણે સ્વસ્થ હોવા છતાં જયારે હોસ્પીટલમાં જઈએ ત્યારે જલ્દી થાકી જઈએ છીએ.