સોનાની લંકા રાવણ પહેલા કોની હતી ?

રાવણ પાસે સોનાની લંકા હતી એ તો આપણે જાણીએ જ છીએ, પરંતુ રાવણ ની પહેલા લંકા નો માલિક કોણ હતું શું આપ જાણો છો ?

નહિ ને ! તો ચાલો જાણીએ કે રાવણ પહેલા લંકાનો માલિક કોણ હતું. પૌરાણિક કથાઓ અનુસાર એકવાર ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મી જ્યારે ભગવાન શિવને મળવા કૈલાશ પર્વત પર ગયા ત્યારે ત્યાની કડકડતી ઠંડી જોઇને માતા લક્ષ્મીએ માતા પાર્વતીને કહ્યું કે આપ એક રાજકુમારી થઈને આટલી ઠંડી કેવી રીતે સહન કરી શકો છો.

સાથે સાથે ભગવાન શંકર અને પાર્વતીને પોતાના વૈકુંઠધામ આવવાનું આમંત્રણ પણ આપી દીધું. થોડા દિવસો પછી જ્યારે શંકર પાર્વતી જ્યારે વૈકુંઠ પોહચ્યા ત્યારે માતા લક્ષ્મીનો સુંદર મહેલ જોઇને પાર્વતી માતાએ શંકર ભગવાન પાસે પોતાના માટે આવા સુંદર મહેલ બનાવવાનો આગ્રહ કર્યો.

પોતાની પત્નીના આગ્રહને માન આપી ભગવાન શંકરે ભગવાન કુબેર સાથે મળીને સુંદર સોનાનો મહેલ તૈયાર કર્યો. મહેલ તૈયાર થયા પછી ગ્રહપ્રવેશ વિધિ માટે વિશ્વશ્રવા નામના બ્રાહ્મણને બોલાવવામાં આવ્યા, જે રાવણના પિતા નીકળ્યા.

યજ્ઞ પૂરો થયા પછી જ્યારે બ્રાહ્મણોને દક્ષિણા આપવાનો સમય થયો ત્યારે ઋષિ વિશ્વશ્રવાએ ભગવાન શિવના ભોળા સ્વભાવનો ફાયદો ઉઠાવતા મહેલની સુંદરતામાં મોહિત થઈને ભગવાન શિવ પાસે દક્ષિણામાં સોનાનો મહેલ જ માગી લીધો. ભગવાન શિવે ઋષિ વિશ્વશ્રવાને દક્ષિણા રૂપે સોનાનો મહેલ આપી દીધો.

આજ રીતે આગળ જતા સોનાનો મહેલ રાવણનો થઇ ગયો જેને આપણે સોનાની લંકા કહીએ છીએ !

2 thoughts on “સોનાની લંકા રાવણ પહેલા કોની હતી ?”

Leave a Comment