રામાયણ અને મહાભારતના મહાન યોદ્ધાઓની ઊંચાઈ કેટલી હતી અને એમાંથી સૌથી વધારે ઊંચાઈ કોની હતી ? તો ચાલો જાણીએ કે આર્ટીકલના માધ્યમથી.
આપના પ્રાચીન ગ્રંથોમાં કુલ ચાર યુગોનું વર્ણન મળે છે. સતયુગ, ત્રેતાયુગ , દ્વાપરયુગ અને કળયુગ. એવું માનવામાં આવે સતયુગ ૧૬,૨૮૦૦૦ વર્ષનો હતો. જેમાંથી એક સામાન્ય વ્યક્તિ એક લાખ વર્ષ સુધી જીવી શકતો હતો. અને પોતાની ઈચ્છા અનુસાર મરી પણ શકતો હતો. જ્યાં ત્રેતાયુગ ૧૨,૫૬૦૦૦ વર્ષનો હતો. જ્યાં લોકોની ઉંમર ૧૦૦૦૦ વર્ષ સુધીની હતી.
દ્વાપરયુગ ૮૦૦૦૦૦ વર્ષનો હતો. જ્યાં લોકો ૧૦૦૦ વર્ષ જીવિત રહેતા હતા. શાસ્ત્રો અનુસાર આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ એટલે કે ‘કળયુગ’ જે ૪૩૨૦૦૦ વર્ષનો છે. જ્યાં લોકોની અંદાજીત ઉંમર ૧૦૦ વર્ષ છે.
Height of human according to era
હાલ કળયુગમાં જે માણસની ઊંચાઈ ૬ ફૂટ થી વધારે હોય તેને ઊંચામાં ગણવામાં આવે છે. પરંતુ વીતી ગયેલા યુગોમાં માણસોની ઊંચાઈ કેટલી હતી તેની સટીક જાણકારી આપના ગ્રંથો અને શાસ્ત્રોમાં મળે છે. એવું માનવામાં સતયુગમાં માણસોની ઉંચાઈ ૩૨ ફૂટ સુધીની હતી.
ત્રેતા યુગમાં માણસોની ઊંચાઈ ૨૧ ફૂટ સુધીની હતી. દ્વાપરયુગમાં ૧૧ ફૂટની હતી તેમજ કળયુગમાં એક સામાન્ય માણસની પાંચ ફૂટ સુધીની હોય છે. જેમ જેમ યુગ વીતે છે તેમ તેમ માણસોની ઉંમર અને ઊંચાઈ ઘટતી જાય છે. હવે આપણે વાત કરીશું The length of Mahabharata and Ramayana warriors. આપના પ્રાચીન ગ્રંથો અનુસાર રામાયણ અને મહાભારતના યોદ્ધાઓની ઊંચાઈ આજના સમય કરતા કઈ ગુણા વધારે હતી.
મહાભારતના યોદ્ધાઓની ઊંચાઈ
મહાભારતના યોદ્ધાઓની સટીક ઊંચાઈનું અનુમાન લગાવવું તો બહુ જ કઠીન છે. પરંતુ મહાભારતના ગ્રંથોમાં તેને વર્ણવામાં આવી છે જેના પરથી આપણે અનુમાન લગાવી શકીએ છીએ. કહેવામાં આવે છે કે મહાશય ભીષ્મપિતામહ, જેમને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું. તેમનું શરીર મહાબલી તેમજ એક રથ જેટલું ઊંચું બતાવવામાં આવ્યું છે. એના મુજબ જોઈએ તો એ વખતે રથ લગભગ ૮ ફૂટ ઊંચા હતા તો ભીષ્મપિતાની ઊંચાઈ ૮ ફૂટ ૯ ઇંચ માની શકાય.
કુલગુરુ કૃપાચાર્યાની ઊંચાઈ ૭ ફૂટની આસપાસ હતી. ગુરુ દ્રોણાચાર્યનું શરીર અને ઊંચાઈ કૃપાચાર્ય જેટલું જ બનાવવામાં આવ્યું છે. જેના અનુમાન મુજબ એમની ઊંચાઈ પણ ૭ ફૂટ જેટલી જ હશે. એમનો શ્રેષ્ઠ ધનુર્ધારી શિષ્ય અર્જુન પણ ૭ ફૂટ ૨ ઈંચના હતા. પાંડવોમાં સૌથી મોટા યુધિષ્ઠિરની ઊંચાઈ પણ ૭ ફૂટ ૨ ઇંચ હતી.
નકુલ અને સહદેવને ૭ ફૂટના દર્શાવ્યા છે. આપણે જાણીએ છીએ કે ભીમ પાસે દસ હજાર હાથીઓનું બળ હતું. પરંતુ શું આપ જાણો છો કે ગદાધારી ભીમની ઊંચાઈ કેટલી હતી ? બાહુબલી ભીમની ઊંચાઈ ૮ ફૂટ પાંચ ઇંચ કરતા પણ વધારે હતી. એમનું બળશાળી શરીર કદમાં એટલું મોટું હતું કે રથ પણ એમનાથી નાનો લાગતો.
મહાભારતના મુખ્ય ખાન્નાયક દુર્યોધનની ઊંચાઈ પણ ૮ ફૂટ ૫ ઇંચ હતી. સૂર્યપુત્ર કર્ણને મહાભારતમાં યુવા યોધ્ધા તરીકે દર્શાવ્યા છે. કર્ણનું કદ કાંઠી ભગવાન શ્રીકૃષ્ણ જેવું હતું. તેમની ઊંચાઈ ૭ ફૂટ ૨ ઇંચ હતી અને શ્રી કૃષ્ણની ઉંચાઈ પણ ૭ ફૂટ ૨ ઇંચની આસપાસ માનવામાં આવે છે. આ વાત થઈ મહાભારતના યોદ્ધાઓની, હવે વાત કરીશું રામાયણ યોદ્ધાઓની લંબાઈ.
- આ પણ જુઓ : 5 એવા ધનુર્ધર જેનાથી દેવતાઓ પણ ડરતા હતા.
- આ પણ જુઓ : પૃથ્વી પર કયા નંબરનો કળયુગ ચાલી રહ્યો છે ?
- આ પણ જુઓ : સોનાની લંકા રાવણ પહેલા કોની હતી ?

રામાયણના યોદ્ધાઓની ઊંચાઈ
રામાયણકાળ મહાભારત કાળ કરતા પણ જુનો હતો જેથી એ વખતના પાત્રોની ઊંચાઈ મહાભારત વખતના માણસો કરતા પણ વધારે હતી. કહેવાય છે રામાયણનો મુખ્ય ખન્નાયક અને રાક્ષસોનો રાજા રાવણ ૧૮ ફૂટની ઊંચાઈ ધરાવતો હતો. પૌરાણિક અવશેષોને અનુસાર કઈ રાવણની સટીક ઊંચાઈ જાણી શકાય છે. આ વાતની ખાતરી શ્રીલંકાના વૈજ્ઞાનિકો પણ આપે છે.
જો રાવણ આટલો ઉંચો હતો તો વિચારો કુંભકર્ણની ઊંચાઈ કેટલી હશે ? રામાયણમાં વર્ણન છે કે કુંભકર્ણ એક વિશાલકાય રાક્ષસ હતો. જેને લડવા માટે કોઈ સેનાની જરૂર ન હતી. રામાયણ વખતે ફક્ત કુંભકર્ણએ જ વાનરસેનામાં ખલબલી મચાવી નાખી હતી. કારણકે એના પર કોઈ પણ શસ્ત્ર કામ કરતુ ન હતું.
મોટા પર્વતો એના માટે સામાન્ય પથ્થર હતા. આપણને જાણીને હેરાની થશે કે કુંભકર્ણની ઊંચાઈ લગભગ ૬૦ ફૂટથી પણ વધારે હતી. એવું માનવામાં આવે છે. એ પોતે જ રાક્ષસોને મારીને ખાઈ જતો.
હવે વાત કરીશું કુંભકર્ણના ભત્રીજાની એટલે કે રાવણનો પુત્ર મેધનાથની. દેવોના રાજા ઇન્દ્રને હરાવનાર અને ભ્રહ્માજીનું વરદાન પ્રાપ્ત કરનાર મેઘનાથની ઊંચાઈ ૧૨ ફૂટ હતી. તે રાવણનો સૌથી પરાક્રમી પુત્ર હતો.
જ્યાં આપણે પ્રભુ શ્રી રામની વાત કરીએ તો રામચરિત માનસ પ્રમાણે ભગવાન રામ પાંચ કરીકુશ ઊંચા હતા. એક કરીકુશમાં ૨૪ ઇંચ હોય છે એટલે કે ભગવાન રામ ૧૦ ફૂટની ઊંચાઈ ધરાવતા હતા. તેજ પ્રમાણે લક્ષ્મણ એમના ભાઈ જેટલા જ ઊંચા હતા. હવે વાત કરીએ પવનપુત્ર હનુમાનની તો એમની ઊંચાઈ આજ સુધી કોઈ માપી શક્યું નથી.
કારણ કે હનુમાનજી ઈચ્છા પ્રમાણે શરીર નાનું અને મોટું કરી શકતા હતા. બાલીની વાત કરીએ તો બાલી પણ રાવણ જેટલો જ બલશાલી હતો. એની ઊંચાઈ પણ ૧૮ ફૂટ હતી.
હવે જાણીએ એવા વ્યક્તિ વિષે જેને રામાયણ અને મહાભારત બંને માં ભૂમિકા ભજવી છે. જી હાં, પરશુરામજી. કહેવાય છે કે વીર બ્રાહ્મણ ભગવાન પરશુરામની ઊંચાઈ ૧૨ ફૂટ હતી.