કોઈ પણ યુદ્ધ જીતવા માટે મહાન જ્ઞાનની સાથે શસ્ત્રોનું જ્ઞાન હોવું પણ જરૂરી છે. અને એજ શસ્ત્રોમાંથી એક છે ધનુષ. આજે આપણે જાણીશું 5 મહાન ધનુર્ધારીઓ વિષે જેમાં દેવ એમના અવતાર અને કઈ એવા યોદ્ધા હતા જે મહાભારતના બહેતરીન ધનુર્ધર કહેવાતા હતા.
1. ભીષ્મપિતા
હંમેશા બ્રહ્મચર્ય અને લગ્ન ન કરવાની એમની પ્રતિજ્ઞાને કારણે તમને ઈચ્છા મૃત્યુનું વરદાન પ્રાપ્ત હતું. ગંગાના પુત્ર ભીષ્મે પરશુરામ પાસેથી શિક્ષા પ્રાપ્ત કરીને એવા એવા શસ્ત્રો પ્રાપ્ત કાર્ય હતા કે જેમને ભીષ્મપિતાને અજય બનાવી દીધા હતા. તેઓ દરેક શસ્ત્ર ચલાવવામાં માહિર હતા અને મહાન ધનુર્ધર હતા.
તેઓ ફક્ત ધનુષની પ્રતંચાની ધ્વની થી જ સામેની સેનાનો ખાત્મો કરી નાખતા હતા. તેઓ પાસે બ્રહ્માસ્ત્રથી લઈને નારાયણ અસ્ત્ર અને શિવજીનું પશુપતાસ્ત્ર પણ હતું.જેમાંથી તેઓએ ફક્ત બ્રહ્માસત્ર નો ઉપયોગ કર્યો હતો અને એ પણ પરશુરામજી પર.
2. અર્જુન
પાંચ પાંડવો માંથી એક અર્જુનની ધનુષવિદ્યા જગ વિખ્યાત હતી. ગુરુ દ્રોણના શ્રેષ્ટ શિષ્યો માંથી એક અર્જુન હતો. ગુરુ દ્રોણે અર્જુનને વિદ્યા આપતા પહેલા વચન આપ્યું હતું કે તેનાથી શ્રેષ્ટ ધનુર્ધારી સંસારમાં કોઈ પણ નહિ હોય. અર્જુનની ધનુષ ટંકાર થી આખું યુદ્ધ ક્ષેત્ર ગુંજી ઉઠતું હતું. રથ પર સવાર અર્જુન અને સારથી કૃષ્ણને જોવા દેવતા પણ ધરતી પર ઉતર્યા હતા.
3. સૂર્યપુત્ર કર્ણ
મહાભારતના યુદ્ધમાં અર્જુનથી પણ કોઈ શ્રેષ્ટ ધનુર્ધર હતો જેને સૂર્યપુત્ર કર્ણ તરીકે કહેવાય છે. આજે પણ દુનિયા કર્ણને અર્જુન કરતા સર્વશ્રેષ્ટ માને છે. કર્ણ એવો યોદ્ધા હતો કે જો એના કવચ અને કુંડળ ના ઉતાર્યા હોત તો એનો સામનો કોઈ કરી શકે એમ ન હતું.
આમ તો મહાભારતમાં ગણા યોધ્ધા થયા છે પણ કર્ણ જેટલું સાહસી કોઈ ન હતું. કર્ણ ધનુર્વિધા સિવાય દાનવીર તેમજ એક યોગ્ય મિત્ર પણ હતો. કર્ણને ખબર હતી કે સામે ત્રિલોકનો નાથ શ્રીકૃષ્ણ છે છતાં એ પોતાના મિત્ર દુર્યોધન માટે એ ભગવાન સામે યુદ્ધ કરી રહ્યો હતો.
કર્ણમાં એટલી તાકાત હતી કે અર્જુનના રથમાં સારથી પોતે ભગવાન હતા અને રથની ધજા સ્વરૂપે પોતે હનુમાન બિરાજમાન હતા છતાં કર્ણના એક બાણથી અર્જુનનો રથ 2 થી 4 ડગલા પાછળ જતો હતો. આના પરથી આપણે વિચારી શકીએ કે કર્ણ કેટલો મહાન ધનુર્ધારી હશે. ભગવાન શ્રીકૃષ્ણ પણ એને શ્રેષ્ટ માનતા હતા.
* આ પણ જાણો : બજરંગ બાણનો જાપ ક્યારે કરવો જોઈએ ?
4. એકલવ્ય
હવે વાત કરીશું એક એવા યોધ્ધાની જેનો જો અંગુઠો ના લીધો હોત તો કદાચ મહાભારત કઈક અલગ જ હોત. એ કોઈ બીજું નહિ પરંતુ એકલવ્ય હતો. ગુરુદ્રોણ ની મૂર્તિ બનાવીને એમની સમક્ષ એને ધનુષવિદ્યા સીખી હતી. જ્યારે ગુરુ દ્રોણને આ વાત ખબર પડી કે એકલવ્ય અર્જુન કરતા પણ શ્રેષ્ટ બાણ ચલાવતા સીખી ગયો છે તો દ્રોણે એકલવ્યનું પૂછ્યું કે તે આ વિદ્યા ક્યાંથી સીખી ?
એકલવ્યે કહ્યું ગુરુવર મેં આપને ગુરુ માનીને તમારી મૂર્તિ સમક્ષ વિદ્યા ગ્રહણ કરી છે. તો દ્રોણે કહ્યું કે તો પછી હું ગુરૂદક્ષિણા નો હકદાર છું. એકલવ્ય એ સાંભળીને ખુશ થઇ ગયો. કહે છે કે માગો ગુરુદેવ આપણે દક્ષિણામાં શું જોઈએ, તો દ્રોણે કીધું મારે તારા સીધા હાથનો અંગુઠો જોઈએ. એકલવ્ય એ ખુશી થી પોતાનો અંગુઠો ગુરુદ્રોણને દક્ષિણામાં આપ્યો હતો.
આ પણ જુઓ :
5. બર્બરિક
કહેવાય છે કે જો એ ફક્ત પોતાના ત્રણ બાણોનો ઉપયોગ કર્યો હોત તો મહાભારત ફક્ત બે પળમાં ખતમ થઇ જાત. જી હા દોસ્તો બર્બરિક. મહાભારતના સર્વશ્રેષ્ઠ ધનુર્ધારીઓ માંથી એક છે બર્બરિક. ચાલુ મહાભારતમાં ભીમ પૌત્ર બર્બરિક બંને પક્ષો વચ્ચે એક પીપળાના વૃક્ષ નીચે ઉભા થઈને ઘોષના કરી દીધી કે જે પક્ષ હારતો દેખાશે એ પક્ષ બાજુથી હું લડીશ.
ભીમ પૌત્ર બર્બરિકની વીરતાનો ચમત્કાર જોવા જ્યારે અર્જુન અને કૃષ્ણ ઉપસ્થિત થયા ત્યારે બર્બરીકે પોતાની વીરતાનો નાનકડો એવો ચમત્કાર બતાવ્યો. કૃષ્ણએ કહ્યું આ વૃક્ષના દરેક પાંદડાને એક જ તીર થી વીંધીને બતાવો. ત્યારે બર્બરીકે પોતાનું એક તીર પીપળાના વૃક્ષ પર માર્યું તો એમાંથી એક પાંદડું નીચે પડી ગયું જેના પર શ્રી કૃષ્ણે પગ મૂકી દીધો.
તીર બધા જ પાંદડા વીંધી ને કૃષ્ણના પગ પાસે આવીને અટકી ગયું. ત્યારે બર્બરીકે કહ્યું પ્રભુ કૃપા કરીને આપણો પગ હટાવી લ્યો મેં તીરને ફક્ત પાંદડા વીંધવાનો આદેશ આપેલો છે.
આ જોઇને કૃષ્ણે વિચાર્યું કે બર્બરિક આગળ જતા પાંડવો માટે ખતરો બનશે. કારણ કે કૌરવોને હારતા જોઇને એ કૌરવો બાજુથી પાંડવો સામેથી લડશે. અને પાંડવોને હારતા જોઈએ કૌરવો સામે લડશે. જેથી બંને સેનાનો નાશ થઇ જશે. આ ક્રિષ્નાએ બર્બરિકનું માથું જ માગી લીધું હતું.
તો આ હતા 5 An archer whom even the gods feared. જેમના વિષે આપણે આ આર્ટીકલમાં જાણ્યું.

1 thought on “5 એવા ધનુર્ધર જેનાથી દેવતાઓ પણ ડરતા હતા.”