આ ગામમાં એક પણ ઘરને તાળું નથી.

ભારતમાં લોકો વર્ષોથી અમુક માન્યતાઓ અને પરંપરાનું પાલન કરતા આવ્યા છે. આ પૌરાણિક માન્યતાઓ એમના માટે બહુ જ ખાસ હોય છે. ભારતમાં આપણે તેનું પાલન કરતા આવ્યા છીએ. એવી જ પૌરાણિક માન્યતા ધરાવતું આપની સંસ્કૃતિને જાળવી રાખતું ગામ ભારતમાં આવેલું છે જેનું નામ છે “દેવમાલી” અને આ ગામ આવેલું છે રાજસ્થાનમાં.

દેવમાલી ગામનો ઈતિહાસ

Devmali Village Rajasthan : આ ગામ નો ઈતિહાસ બહુ જ રોચક છે. આખું ગામ આજ ના સમયમાં પણ એક પૌરાણિક માન્યતા પ્રમાણે અનુસાર ચાલે છે. જે માન્યતા જ ગામના ઈતિહાસને ખાસ બનાવે છે. આ ગામમાં એક પણ મકાન પાક્કું નથી. ગામનું દરેક ઘર કાચું માટીથી બનેલ છે. એવું નથી કે તેઓ આર્થિક રીતે નબળા છે. પરંતુ તેઓ ૧૧૦૦ વર્ષ જૂની પરંપરાને માને છે.

આ ગામમાં ગરીબ હોય કે અમીર હોય દરેક માણસ કાચા મકાનમાં જ રહે છે. આ ગામમાં કોઈ પણ ઘર ને તાળું લાગેલ નથી. છતાં પણ ત્યાં આટલા વર્ષો સુધી એક વાર પણ ચોરી નથી થઇ. આ ગામના લોકો મા એટલો હેત અને પ્રેમની ભાવના છે. તેઓ અત્યારના કળયુગમાં પણ સતયુગ જેવું જીવન જીવે છે.

ભારત સરકારે Devmali Village ને “શ્રેષ્ઠ પર્યટક સ્થળ” તરીકે સ્થાન આપ્યું છે. આ કામમાં કોઈ પણ માણસ દારૂ નથી પીતા કે માંસનું સેવન કરતા નથી.

શું છે દેવમાલી ગામની માન્યતા ?

રાજસ્થાનના અજમેર જિલામાં આવેલા દેવમાલી ગામની ખુબ રોચક માન્યતા છે. ત્યાના સ્થાનીક લોકોનું એવું કહેવું છે લગભગ ૧૧૦૦ વર્ષ પહેલા ભગવાન દેવનારાયણ ગામમાં આવેલા અને ગામ લોકોએ તેમની ખુબ સારી સેવા કરી હતી તેથી તેઓ ખુબ પ્રસન્ન થયા હતા. ગામ લોકોને એમને વચન માંગવા કહ્યું હતું પરંતુ ગામ લોકોએ કશું જ માંગ્યું ન હતું.

પરંતુ ભગવાને જતા જતા વચન આપ્યું હતું કે ગામમાં સુખ અને સમૃદ્ધિ બની રહેશે. પરંતુ ક્યારેય મકાનની છત પાક્કી કરવી નહિ તેમજ દારુ અને માંસ થી પરેહ રેવું. લોકો આ જ ભગવાનની વાતનું પાલન કરતા આવે છે.

ભાગવાની વાત પ્રમાણે જે જે ઘરની છત કાચી છે અને દારૂ અને માંસ થી દુર રહે છે તેઓ સુખી છે. આ ગામમાં એવું મનાય છે કે આખું ગામ એક જ પરિવારના સભ્યો છે.

ગામનું નામ પણ ભગવાન દેવનારાયણ ના નામ પરથી જ પાડવામાં આવ્યું છે. ગામમાં ભગવાન દેવનારાયણ નું મોટું મંદિર આવેલું છે ગામના દરેક વ્યક્તિ ભગવાનની પૂજા અર્ચના કરે છે. ગામમાં એક પણ ઘરે તાળું નથી લાગતું. પરંતુ ભગવાનની કૃપાથી આજ સુધી ચોરી થઈ નથી.

આ ગામની તમામ જમીન ભગવાન દેવનારાયણના નામ પર છે. ગામના નિયમ જોઈએ તો અહિયાં કેરોસીન તેમજ લીમડાના લાકડા સળગાવવા પર સખતપણે પ્રતિબંધ છે.

ગામમાં ફક્ત 300 પરિવાર રહે છે, વસ્તીમાં જોઈએ તો આ ગામમાં 2000 જેટલી વસ્તી રહે છે. દેવમાલીમાં લાવડા ગોત્રના ગુર્જર સમાજના લોકો રહે છે. અક્ષયકુમાર ની ફિલ્મ ‘જોલી એલએલબી 3’ નું શુટિંગ આ ગામ થયેલ છે. આ ગામમાં ભાઈચારો, સંસ્કૃતિ તેમજ સંસ્કારનું સારી રીતે પાલન કરવામાં આવે છે.

વરરાજા નથી ચડતા ઘોડે

આ ગામની પ્રથા અનુસાર ગામમાં જો કોઈના લગ્ન હોય તો વરરાજા ઘોડી પર બેસતા નથી. તેઓ ગાડીમ જવાનું પસંદ કરે છે. તેઓ માને છે કે જો વરરાજા ઘોડે ચડે તો ગામમાં અણગમતા બનાવો બને છે. આખું ગામ પોતાના ફ્રી સમયમાં ફક્ત ભજન કીર્તન જ કરે છે.

Leave a Comment