ટાટા ટ્રસ્ટ ના ઉત્તરાધિકારી કોણ બનશે ?

ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન અને ભારતનું રત્ન એવા રતન ટાટા સાહેબ હવે આપની વચ્ચે નથી રહ્યા. ૮૬ વર્ષની ઉંમરમાં ૯ ઓક્ટોબર ૨૦૨૪ ના રતનજી એ મુંબઈની બ્રીજ કેન્ડી હોસ્પીટલમાં પોતાના અંતિમ શ્વાસ લીધા હતા.

રતન ટાટા ના જવાથી ભારતને એમની મોટી ખોટ અનુભવાશે. પરંતુ અત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે હવે ટાટા ગ્રુપના નવા ચેરમેન કોણ બનશે ?

હાલમાં ટાટા ગ્રુપની કમાન એન ચંદ્ર શેખરન પાસે છે. જે ટાટા પરિવાર માંથી નથી. લોકોનું એવું પણ કહેવું છે કે રતન ટાટા ના સૌતેલા ભાઈ નોએલ ટાટા કદાચ ગ્રુપની કમાન હાથમાં લઇ શકે છે. નોએલ ટાટા લગભગ છેલ્લા ૪૦ વર્ષથી ટાટા ગ્રુપથી જોડાયેલા છે .

હાલમાં નોએલ ટાટા એ ટાટા ઈન્ટરનેશનલ લીમીટેડ, વોલ્ટાસ અને ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના પ્રમુખ છે. એની સાથે જ ટાટા સ્ટીલ અને ટાઈટન કંપની લીમીટેડ કંપનીના ઉપપ્રમુખ છે. નોએલ ટાટા “સર રતન ટાટા ટ્રસ્ટ” અને “સર દરોબજી ટાટા ટ્રસ્ટ” ના પણ સદસ્ય છે. જો કે ટાટા ગ્રુપ તરફથી આના માટે કોઈ ઓફિસિયલ ઘોષણા કરવામાં આવી નથી

કોણ છે નોએલ ટાટા ?

નોએલ ટાટા એ નવલ એચ ટાટા ના પુત્ર છે. નોએલ ટાટા એ સસેક્સ યુનીવર્સીટી યુકે મ પોતાનો અભ્યાસ કરેલ છે. નોએલ ટાટા છેલ્લી વખત ટાટા ઇન્ટરનેશનલના લીમીટેડના માલિક છે. તેઓએ ઓગસ્ટ ૨૦૧૦ થી નવેમ્બર ૨૦૨૧ સુધી આ કામ કર્યું હતું. આ સમયમાં એમને કંપનીની કમાણી ૫૦૦ મિલિયન ડોલર થી વધારીને ૩ અરબ ડોલર કરી હતી.

નોએલ ટાટાના ૩ બાળકો છે લિયા, માયા, અને નેવિલ જે ભવિષ્યમાં કંપનીની કમાન સંભાળી શકે છે. હાલમાં ત્રણેય ટાટાગ્રુપમાં પોતાની ભૂમિકા નિભાવી રહ્યા છે.

ટાટા ગ્રુપની શરૂઆત કોને કરી હતી ?

સૌપ્રથમ ટાટા કંપનીની શરૂઆત ૧૮૬૮માં જમશેદજી એન ટાટાએ કરી હતી. તેઓએ ૧૯૦૪ સુધી કંપનીની કમાન સંભાળી હતી. ત્યારબાદ ગ્રુપની જવાબદારી સર દોરાબજી ટાટા એ ૧૯૦૪ થી લઈને ૧૯૩૨ સુધી સંભાળી હતી. ત્યારબાદ જે આર ડી ટાટા એ ૧૯૯૧ સુધી પોતાની ભૂમિકા નિભાવી

ત્યારબાદ રતનજી ટાટા એ ૨૦૧૨ સુધી ટાટા ગ્રુપની જવાબદારી સંભાળી હતી. હાલમાં ટાટા ગ્રુપની કમાન એન ચંદ્રશેખરન પાસે છે.

Leave a Comment