ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જોવાની આદતથી છુટકારો કેવી રીતે મેળવવો ?

ભારતમાં ઇન્સ્ટાગ્રામ એપ્લીકેશન જાન્યુઆરી ૨૦૨૪ ના ડેટા પ્રમાણે ૩૬૨ મિલિયન લોકો વાપરતા હતા જે આંકડો અત્યારે વધીને ૩૮૫.૩૫ મિલિયન થયો છે. અને રોજની અગણિત રીલ્સ તેમજ શોર્ટ વિડીઓ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થાય છે. અત્યારના સર્વે અનુસાર ભારતમાં ૧૩ વર્ષથી લઈને ૨૪ વર્ષનો યુવા વર્ગ સૌથી વધારે ઇન્સ્ટાગ્રામ વાપરે છે.

એક સર્વે અનુસાર ભારતમાં એક સામાન્ય માણસ દિવસમાં ૨૬૦૦ વખત પોતાનો સ્માર્ટફોન ટચ કરે છે. અને ૧૫૦ થી વધારે વખત અનલોક કરે છે. ભારતમાં હાલમાં સામાન્ય માણસનો એવરેજ સ્ક્રીન ટાઈમ ૭ કલાક છે, જે બહુ જ વધારે છે. તેમાંથી ૩ કલાક વેબસ્ટોરીજ અને વિડીઓજ અને ૪ કલાકથી વધુ સમય ગેમિંગમાં જાય છે.

આનાથી ભારતનું યુવાધન અધોગતિ તરફ જઈ રહ્યું છે. તેમજ પોતાનું ભવિષ્ય બર્બાદ કરી રહ્યું છે. ઇન્સ્ટાગ્રામ ના રીલ્સ જોવાના ઘણા નુકશાન અને ફાયદા છે જે આપણે નીચે જાણીશું. આ આર્ટીકલમાં આપણે ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોવાની જે ટેવ પડી જાય છે જેના લીધે આપણે આપણો કીમતી સમય રીલ્સ જોવામાં વેડફી નાખીએ છીએ. તો એ ટેવ કેવી રીતે દુર કરવી તેના માટેની કેટલીક ટીપ્સ જાણીશું.

ઇન્સ્ટાગ્રામ રીલ્સની મગજ પર શું અસર પડે છે.

દિવસમાં અડધા કલાકથી વધુ રીલ્સ જોવી અથવા કોઈ પણ એપ્લીકેશન વાપરવી એ આપના મગજ માટે બહુ જ નુકસાનકારક છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સ કે કોઈ પણ શોર્ટ વીડિઓનો વધારેમાં વધારે સમય ૩૦ સેકંડ હોય છે. મતલબ કે જો આપણે આછામાં ઓછા ૩૦ મિનીટ એટલે કે અડધો કલાક પણ રીલ્સ જોઈએ છીએ તો આપણે ૬૦ કે તેથી વધુ અલગ અલગ સ્ટોરી જોઈ લઈએ છીએ.

મતલબ કે ૩૦ મીનીટમાં ૬૦ અલગ અલગ વાર્તાઓ જોઈએ છીએ જેથી આપનું મગજ મુંજવાઈ જાય છે. જડપી પ્રોસેસ કરી શકતું નથી. જેના કારણે આપણને માથાનો દુખાવો થાય છે. તેમજ આંખો ડ્રાય થઇ જાય છે.

આનાથી આપના મગજની કાર્યક્ષમતા ઘટે છે. તેમજ શોર્ટ રીલ્સ જોવાથી સૌથી ખરાબ અસર એ થાય છે કે આપની એક જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ બહુ જ ઓછી થઇ જાય છે તેમજ યાદ શક્તિ ઓછી થતી જાય છે.

રીલ્સ જોતી વખતે મગજમાં રહેલ “ડોપામાઈન” નામનો હોર્મોન એટલું બધું રિલીજ થાય છે કે ૩૦ સેકન્ડથી વધુ સમયનું કોઈ પણ કામ એટલું સારું કરી શકતા નથી. જેથી આપણે જોયું હશે કે કોઈ સારી માહિતી ધરાવતો ૧૦ થી ૧૫ મીનીટનો વીડિઓ આપણે સ્કીપ કરી કરી ને જોઈએ છીએ.

image by pexels.com

ઊંઘ ના આવવી.

આપણે ઘણા લોકોના મોઢે સાંભળ્યું છે કે પ્રકૃતિનો નિયમ છે કે દિવસે કામ કરવું અને રાત્રે શરીરને આરામ આપવો મતલબ કે ઊંઘવું. આ નિયમનું પાલન મનુષ્ય જ નહિ પરંતુ પૃથ્વી પરના લગભગ બધા જ જીવો કરે છે. એનું કારણ છે “બ્લુપ્રકાશ” જે કુદરતી રીતે આપની આંખોમાં પડે છે. અને એ આપના મગજ ને સંદેશ આપે છે કે અત્યારે કામ કરવાનો સમય છે.

રાત્રે એ “બ્લુપ્રકાશ” મળતો નથી જેથી મગજને સંદેશ મળે છે કે હવે આરામ નો સમય છે જેથી શરીર આરામને આધીન થાય છે. જેથી શરીરનો થાક ઉતરે છે.

પરંતુ આપણે જ્યારે રાત્રે આપણે રીલ્સ જોઈએ અથવા અંધારામાં લાઈટ બંધ કરીને ફોન વાપરીએ છીએ તો ફોનમાંથી નીકળતા પ્રકાશના કિરણો આંખો દ્વારા મગજ સુધી પહોચે છે જેથી મગજને સંદેશ મળે છે કે હાલમાં કામનો સમય છે મતલબ કે દિવસ છે જેથી એ એક્ટીવ રહે છે. એના કારણે આપણે વધારે થાક અનુભવીએ છીએ અને આપણને ઊંઘ આવતી નથી.

આપણે ઇન્સ્ટાગ્રામ નહિ, ઇન્સ્ટાગ્રામ આપણને વાપરે છે !

ઇન્સ્ટાગ્રામ અથવા કોઈ પણ સોશલ મીડિયા એપ એવી રીતે ડીજાઈન કરવામાં આવ્યા છે કે તે આપના મગજ ને કંટ્રોલ કરે છે જ્યારે આપણે તેને ખોલીએ છીએ ત્યારે તેનું અલ્ગોરીધમ એ રીતે કામ કરે છે કે આપણને તેને બંદ કરવાનું મન થતું નથી. કારણ કે એ આપણને એવા રીલ્સ આપના આગળ બતાવે છે જે આપણને ગમે છે.

આપણે એપ્લીકેશન વાપરીએ ત્યાં સુધી જ નહિ પરંતુ બંધ કરીને મૂકી દઈએ ત્યારે પણ તેની શોર્ટ સ્ટોરીઓ આપના મગજ પર હાવી થયેલી રહે છે જેથી આપનું બીજે ક્યાય મન લાગતું નથી. અને સ્વભાવ ચીડચીડિયો થઇ જાય છે. બીજા કામમાં આપણે ધ્યાન આપી શકતા નથી. કારણકે આપણને બીજા કામમાં એટલી મજા આવતી નથી.

ઇન્સ્ટાગ્રામ આપનું ધ્યાન રાખે છે !

હા દોસ્તો ! બિલકુલ સાચું છે, ઇન્સ્ટાગ્રામ આપની દરેક માહિતી તેમજ આપની દરેક ક્રિયાનું ધ્યાન રાખે છે. જ્યારે આપણે રીલ્સ જોઈએ છીએ ત્યારે કયા રીલ્સ પર લાઈક કરીએ છીએ, કયા વીડિઓ પર વધારે સમય વ્યતીત કરીએ છીએ એ બધી જ ક્રિયાઓનો ડેટા ઇન્સ્ટાગ્રામ સ્ટોર કરે છે તેમજ તમને સૌથી વધારે એવા જ રીલ્સ બતાવે છે, અને બીજી કંપનીઓને આ ડેટા વેચે છે.

આ પ્રકારના પ્રાઈવેટ ડેટા ઈ-કોમર્સ કંપનીઓ, ઇન્શ્યોરન્સ કંપનીઓ તેમજ ક્રેડિટકાર્ડ કંપનીઓ ખરીદે છે. અને તમને તમારા ફોનમાં એમના પ્રોડકટસના રીલ્સ તેમજ એડ મોકલે છે. જેથી એમનું માર્કેટિંગ વધે છે અને સેલ પણ વધે છે.

આજના સમયમાં Instagram reels થી સૌથી મોટું નુકસાન નાના બાળકોને થઇ રહ્યું છે. ઇન્સ્ટાગ્રામમાં વિડીઓ બનાવવા કે અપલોડ કરવા માટે કોઈ પણ નીતિનિયમ નથી જેથી બાળકો જોડે કે મોટી ઉંમરના લોકો જોવે બધા માટે સરખું કન્ટેન્ટ આવે છે. જેથી બાળકો ગંદા વિડીઓથી બાળકોના મગજ પર ખરાબ અસર પડી રહી છે. સાથે જ તેઓ માનસિક તેમજ શારીરિક રીતે અસ્વસ્થ બની રહ્યા છે.

ઇન્સ્ટાગ્રામની આદત જડપી કેમ પડી જાય છે ?

Instagram ની આદત આટલી જલ્દી લાગવા પાછળ મુખ્ય ત્રણ કારણ છે.

  • ઇન્સ્ટાગ્રામનું અલગોરીધમ બહુ જ આકર્ષક રીતે ડિજાઈન થયેલ છે. તેથી આપણે આસાની થી છોડી શકતા નથી.
  • મનુષ્યની વૃત્તિ એટલે કે મનુષ્યને જે વસ્તુ આસાનીથી મળે છે તેની આદત જલ્દી પડી જાય છે. આપણે જોયું છે કે જે વસ્તુ આપણને આસાની થી મળી છે તેની આદત પડે છે પછી એ ખરાબ હોય કે સારી.
  • “Speedy Rewards” શું છે આનો મતલબ ? ચાલો જાણીએ ! મતલબ કે આપણે કોઈ પણ કામ કરીએ છીએ અને એનું પરિણામ તરત જ મળી જાય છે તો એની ટેવ જલ્દી પડી જાય છે. આપણે રીલ્સ જોઈએ છીએ એમાં ૩૦ સેકંડમા જ તમને રિજલ્ટ મળે છે જેથી એની આસાની થી ટેવ પડી છે. અને આજ સાઈકોલોજી નો ફાયદો ઇન્સ્ટાગ્રામ ડેવલપર્સ ઉઠાવે છે.

ઇન્સ્ટાગ્રામથી દુર રહેવાના ઉપાયો | Ways to stay away from Instagram

આપણે ઇન્સ્ટાગ્રામથી થતા નુકશાન તો જોઈ લીધા, હવે આપણે જાણીશું કે ઇન્સ્ટાગ્રામથી દુર કેવી રીતે રહેવું. અથવા How to get rid of the habit of watching reels on Instagram?

આના માટે પાંચ ઉપાયો જાણીશું જો આ ઉપાયો આપણે સાચી રીતે અને ઈમાનદારીથી ફોલો કરીએ તો ફક્ત એક મહિનાની અંદર અત્યારે જેટલો સ્ક્રીન ટાઈમ છે એના કરતા અડધો થઇ જશે. જેથી તમને મોબાઈલ સિવાયના બીજા કામ માટે સમય મળે છે.

૧. પોતાનો ફોન પથારીની નજીક ચાર્જીંગમાં ના મુકો !

જ્યારે આપણે પથારી નજીક ફોન મુકીએ છીએ ત્યારે તેના પર જલ્દી હાથ પહોંચે છે જેથી ક્યારે મોબાઈલ લઈને વાપરવા લાગીએ છીએ એની ખબર રહેતી નથી. જેથી પથારીથી એટલા અંતરે દુર મુકવો કે જેથી આપણે ફોન લેવા માટે પથારી પરથી નીચે ઉતરવું પડે. અને આ સમયે જો શક્ય હોય તો સ્વીચઓફ કરીને મુકો.

૨. ફોનમાં ઇન્સ્ટાગ્રામ તેમજ બીજી સોશલ મીડિયા એપ્લીકેશનના નોટીફીકેશન બંધ કરી દો.

આ બહુ જ જરૂરી મુદ્દો છે ઇન્સ્ટાગ્રામની ટેવ દુર કરવા માટે.

  • તમામ એપ્લીકેશનની નોટીફીકેશન બંધ કરી દેવી જેથી ચાલુ કામમાં મેસેજ ની બીપ સાંભળીને મન લલચાય નહિ.
  • વધારાના તમામ ફોલોવિંગ અથવા ફોલોવર્સ રીમુવ કરી દેવા અને ગ્રુપ્સમાંથી લીવ થઇ જવું.
  • એપ્લીકેશનમાં સિક્યોરીટી તરીકે લાંબો પાસવર્ડ સેટ કરો, જેથી દરેક વાર એપ્લીકેશન ખોલતી વખતે લાંબો પાસવર્ડ ટાઈપ કરવામાં આળસ આવે અને તમે ઇન્સ્ટાગ્રામ ખોલવાનું જ ઓછું કરી દેશો.
  • જ્યારે કોઈ બીજું કામ કરો ત્યારે ફોનને એરોપ્લેન મોડ કરી દો.
  • એપ્લીકેશનને બ્લેકેન વાઈટ થીમ કરો અથવા ફોનની થીમ બ્લેકેન વાઈટ કરી દો જેથી વધારે ફોન વાપરવાની કે એપ્લીકેશન વાપરવાની ઈચ્છા ના થાય.

૩. ફોનને રજા આપો.

અઠવાડિયામાં એક દિવસ ફોન વગર પસાર કરો. એક આખો દિવસ ફોન વાપરવો નહિ. જેનાથી ઇન્સ્ટાગ્રામથી દુર થવાની ટેવ તો ઓછી થશે જ એના સિવાય will પાવર બહુ જ વધે છે. આ કરવું મુશ્કેલ છે પરંતુ અસંભવ નથી.

૪. પોતાના વિષે વિચારો બદલો.

હંમેશા ખુદને યાદ અપાવતા રહો કે જે કામ માટે હું ફોન લઉં છું તે કામ થોડા સમય પછી થઇ શકે એમ છે કે નહિ, મહત્વના કામ સિવાય ફોન હાથમાં લેવો નહિ.

૫. પોતાના શોખ શોધો.

પોતાના શોખ યાદ કરો કે બાળપણમાં તમને કઈ રમત ગમતી હતી, કયું વાદ્ય વગાડવું ગમતું હતું. જેનાથી આપનું મગજ બીજી ક્રિયાઓમાં લાગે છે જેથી મન બીજા કામ કરવા તરફ આકર્ષિત થાય છે.

Leave a Comment