દુનિયામાં સનાતન ધર્મ એક એવો ધર્મ છે કે જે હંમેશા પરોપકારી રહે છે, મતલબ કે કોઈ પણ કામ સૌથી પેલા અન્ય જીવોનું વિચારે છે. કારણ કે સનાતન ધર્મમાં એવું માનવામાં આવે છે કે પૃથ્વીના કણે કણમાં ભગવાન વસેલા છે.
હિંદુ ધર્મમાં ભોજન કરતી વખતે થોડું ભોજન જમીન પર કેમ મુકવામાં આવે છે ?
આગળ જણાવ્યું એ પ્રમાણે હિંદુઓ હંમેશા પરોપકારી રહ્યા છે, જેમ આપણે ખોરાકને આપણી જીવન જરૂરીયાત વસ્તુ માનીએ છીએ તેમ બીજા નાના જીવો પણ ખોરાકની શોધમાં હોય છે. જેથી આપણે ભોજન કરીએ એ વખતે થોડું જમવાનું જમીન પર મુકીએ છીએ જેથી નાના જીવો તેમનો આહાર મેળવી શકે.
હિંદુઓ હંમેશા જમીન પર બેસીને ભોજન કેમ ગ્રહણ કરે છે ?
હિંદુ ધર્મ ભૌતિક રીતે તો સર્વોપરી છે જ એના સિવાય વૈજ્ઞાનિક રીતે પણ ઘણો આગળ છે. ઉદા. તરીકે જોઈએ તો આપણે જમીન પર બેસીને ખોરાક ગ્રહણ કરીએ છીએ. હિન્દી ધર્મમાં જોઈએ તો ઉભા ઉભા અથવા બીજી કોઈ પર રીતે ખોરાક લઈએ તો અન્ન દેવતાનું અપમાન ગણવામાં આવે છે.
Why do Hindus always take food sitting on the ground ?
આને આરોગ્યની રીતે જોઈએ તો જ્યારે આપણે જમીન પર બેસીએ ત્યારે પદ્માસનની સ્થિતિમાં બેસીએ છીએ. જે આપણને સ્ટ્રેસ દુર કરવામાં મદદ કરે છે અને આંતરિક શાંતિ પ્રદાન કરે છે. એના સિવાય જોઈએ તો નીચે બેસીને ખોરાક ગ્રહણ કરવાથી વજન ઘટાડવામાં મદદ મળશે. આમ નીચે બેસીને જમવાના વૈજ્ઞાનિક કારણ પણ છે.
હિંદુ ધર્મમાં ભોજન કરતી વખતે થાળી ફરતે પાણીની ધાર કેમ કરવામાં આવે છે ?
સનાતન ધર્મમાં હંમેશા જમીન પર બેસીને ભોજન ગ્રહણ કરવામાં આવે છે. તેથી જ્યારે આપણે જમીન પર બેસીને ભોજન કરીએ છીએ ત્યારે જમીન પર નાના નાના બીજા પણ જીવો ભોજન માટે ફરતા હોય છે. તેઓ આપણા ભોજનની સુગંધથી આપના નજીક આવે છે.
એમને આપની ભોજનના પાત્રથી દુર રાખવા માટે એમના માટે અલગથી થોડું ભોજન જમીન પર મુકવામાં આવે છે તેમજ આપના ભોજન પાત્રની ફરતે પાણીની ધાર કરવામાં આવે છે જેથી તેઓ પાણીને પાર કરીને ભોજન પાત્રમાં ના આવે.

1 thought on “સનાતન ધર્મમાં ભોજન લેતી વખતે થાળીની ફરતે પાણીથી ગોળ કેમ કરે છે ?”