હા દોસ્તો સાચું છે આપણે એક એવા રાજ્ય વિષે જાણીશું કે જેના પર એક બિલાડીએ ૧૫ વર્ષ સુધી રાજ કર્યું છે. આજે આપણે એક એવી જગ્યા વિષે જાણીશું કે જે દુનિયાના સુધી તાકાતવર દેશોનો એક હિસ્સો છે. અહિયાં કોઈ રાજાએ નહિ પરંતુ એક બિલાડીએ ૧૫ વર્ષ સુધી રાજ કર્યું છે.
આ જગ્યાને હલતી જમીન તરીકે પર આપણે જાણીએ છીએ, કારણ કે દર વર્ષે અહિયાં ઓછામાં ઓછો પાંચ વાર ભૂકંપ જરૂર આવે છે. અહીયાના લોકોને સૌથી મહેનતી માનવામાં આવે છે. આ એક એવી જગ્યા છે જ્યાં પિજ્જા ડીલીવરી જહાજથી કરવામાં આવે છે. દોસ્તો આજે જણાવીશું અમેરિકાનું સૌથી મોટું રાજ્ય અલાસ્કા વિષે.
||What are interesting facts about Alaska? ||
અલાસ્કા ઉત્તર અમેરિકી મહાદ્વિપના ઉત્તર પશ્ચિમમાં સ્થિત અમેરિકાનું એક રાજ્ય છે. જેની પૂર્વમાં કેનેડા, ઉત્તરમાં આર્કટીક મહાસાગર, દક્ષિણ પશ્ચિમમાં પ્રશાંત મહાસાગર અને પશ્ચિમમાં રૂસ સ્થિત છે. અલાસ્કા અમેરિકાના સંયુક્ત ૫૦ રાજ્યોમાંથી સૌથી મોટું રાજ્ય છે. આ રાજ્ય પાસે ૧૭,૧૭,૮૫૬ ક્વેરકિમી ની જમીન છે.
અલાસ્કાની રાજધાની છે જુનેઉ, રાજ્યની કુલ વસ્તી સાત લાખ આસપાસ ની છે, અલાસ્કા બહુ જ ઠંડી જગ્યા છે જેથી અહિયાં અમુક ખાસ પ્રકારની વનસ્પતિ જ થાય છે. જેના કારણે અહિયાં વસ્તી ઓછી છે. ત્યાની સરેરાશ ઉંમર છે ૩૮ વર્ષ મતલબ કે આ રાજ્ય હજુ સુધી જવાન છે.
અમેરિકામાં અલાસ્કાની કહાની અલગ જ છે. આ રાજ્ય પહેલા થી અમેરિકાનું ન હતું. સૌથી પહેલા રુસનો આ રાજ્ય પર કબજો હતો. પરંતુ ૩૦ માર્ચ ૧૮૬૭માં અમેરિકાએ ફક્ત ૭૨ લાખ ડોલરમાં અલાસ્કા રાજ્ય ખરીદ્યું હતું. એ વખતે રૂસને લાગ્યું બરફથી ઢંકાયેલી આ જગ્યામાં બરફ સિવાય કઈ નથી. પરંતુ પાછળથી સામે આવ્યું કે બરફ ની નીચે અઢળક ખનીજો છે.
શું આપ જાણો છો કે અલાસ્કાનો ધ્વજ કોને બનાવ્યો હતો ? આપ જાની ને હેરાન થઇ જશો. એ એક ૧૩ વર્ષના બાળકે બનાવ્યો છે. જેનું નામ છે બેની બેન્સન, આ ધ્વજ ને સન ૧૯૫૯ માં માન્યતા મળી હતી.
અલાસ્કા રાજ્યના સ્ટેટબર્ડનું નામ છે વિલો ટાર્મિગન . અજીબ વાત છે કે ત્યાના લોકો મજાકમાં કહે છે કે ત્યાનું સ્ટેટબર્ડ મચ્છર છે, કારણ કે મચ્છર ત્યાં બહુ જ જોવા મળે છે. અલાસ્કાના નાગરિકોને અમેરિકાના સૌથી વધુ મેહનતી માનવામાં આવે છે. એક સર્વે અનુસાર ત્યાના લોકો દિવસનું લગભગ ૧૨ કલાક થી વધુ કામ કરે છે.
અલાસ્કામાં અમેરિકાના સૌથી વધુ ગ્લેશિયર જોવા મળે છે. લગભગ અલાસ્કામાં ૨૭૦૦૦ થી વધુ ગ્લેશિયર જોવા મળે છે. જેના કારણે સફેદ રીંછ તેમજ કાળા રીંછ જેવા ઠંડા પ્રદેશમાં રહેનારા પ્રાણીઓ અહી જોવા મળે છે. અહિયાં પર સ્વેર કિલોમીટર ફક્ત એક માણસ જોવા મળે છે. મતલબ અહિયાં જમીન ખાલી જ છે પરંતુ જંગલ વિસ્તાર છે.
અહિયાં લોકો નાની નાની કોલોની બનાવીને જોડે જ રહે છે કારણ કે એકલા રહેવું ત્યાં મુશ્કેલ છે. અમેરિકાના મુકાબલે જોઈએ તો અહિયાં પુરુષો વધારે છે ૫૨% પુરુષો સામે અહિયાં ૪૮% જ સ્ત્રીઓ છે. અલાસ્કામાં ૨૨૪ અલગ અલગ પ્રકાર તેમજ ધર્મના લોકો રહે છે અને ૨૦ અલગ અલગ ભાષાઓ બોલાય છે.
ત્યાના લોકો આ રાજ્યને હલતું રાજ્ય પણ કહે છે. કારણ કે ત્યાં લગભગ વર્ષમાં ૫૦૦૦ વખત ભૂકંપ આવે છે. મતલબ ત્યાની જમીન વર્ષમાં ૫૦૦૦ વખત ધ્રુજી ઉઠે છે, અમુખ જટકા લોકો ને ખબર પડતા નથી પરંતુ અમુક નુકસાનકારક હોય છે.
અલાસ્કામાં 100 થી વધારે જ્વાળામુખી પણ છે જે હાલમાં નીકળે છે. અમેરિકી વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ત્યાં જ્વાળામુખી ફાટવાથી નુકસાન થતું નહિ. અલાસ્કા રાજ્યમાં વાઈન પીવાનું ચલણ બહુ જ છે. ત્યાં દરેક વ્યક્તિ પોતાની ડાયટમાં વાઈન જરૂર પીવે છે. તેમનું માનવું કે ત્યાની ઠંડી સહન કરવા માટે વાઈન પીવી જરૂરી છે.