અમેરિકાની આ ત્રણ યુનીવર્સીટીમાં મળે છે હિન્દીમાં શિક્ષણ

અમરિકામાં રહેતા ભારતીય સમુદાયના લોકો ભારતથી આટલા દુર રહેતા હોવા છતાં ભારતીય સંસ્કૃતિને ભૂલતા નથી. સ્વતંત્રતા દિવસ હોય કે ગણતંત્ર દિવસ હોય તેઓ ત્યાં રહીને પણ ઉજવણીઓ કરે છે. તેઓ આજે પણ ભારતના તમામ તહેવારો મનાવે છે તેમજ આપની સંકૃતિને જાળવી રાખી છે.

અમેરિકામાં ભારતીય સમુદાયને પ્રભાવશાળી માનવામાં આવે છે. ભલે દેશની કુલ વસ્તી કરતા ભારતીયો બહુ જ ઓછા છે ત્યાં પરંતુ અમેરિકાની અર્થવ્યવસ્થામાં ભારતીઓનું મોટું યોગદાન છે. અમેરિકામાં ૫૪ લાખ ભરતીઓ રહે છે જે અમેરિકાની કુલ વસ્તીના ૧.૫% જ છે. ભારતથી આટલા દુર રહેતા હોવા છતાં તેઓ પોતાની રાષ્ટ્રીય ભાષા હિન્દી થી જોડાયેલા રહે છે.

અમરિકામાં કેટલીક ખ્યાતનામ અને મોટી યુનીવર્સીટીઓ એવી છે જ્યાં હિન્દી ભાષામાં અભ્યાસ કરાવવામાં આવે છે. જો આપ અમેરિકામાં અભ્યાસ માટે ગયા છો અને હિન્દીમાં અભ્યાસ કરવા માગો છો તો આ યુનીવર્સીટીમાં પ્રવેશ લઇ શકો છો. આપણે ભારતમાં બેસીને પણ આ યુનીવર્સીટીઓ માં પ્રવેશ મેળવીને ડીગ્રી લઇ શકો છો.

વોશિંગટન યુનિવર્સીટી :

અમેરિકામાં વોશિંગટન રાજ્યમાં આવેલી વોશિંગટન યુનીવર્સીટીમાં “ડીપાર્ટમેન્ટ ઓફ એશિયન લેન્ગવેજ” નામે વિભાગ છે. જ્યાં હિન્દીમાં અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટનો કોર્સનો અભ્યાસ કરાવવામાં આવે છે. આ વિભાગમાં દક્ષિણ એશિયાની ઘણી ભાષાઓમાં બીએ, એમએ અને પીએચડી જેવી ડીગ્રીઓ લઇ શકો છો.

Image by ivycentral.com

આ દક્ષિણ એશિયાની ભાષાઓમાં હિન્દી, સંસ્કૃત, ચાઈનીજ, કોરિયન અને જાપાનીજ જેવી ભાષાઓનો સમાવેશ થાય છે.

શિકાગો યુનિવર્સીટી :

આ યુનિવર્સીટીનો સાઉથ એશિયન લેન્ગવેજ એન્ડ સિવિલાઇજેશન વિભાગ હિન્દી ભાષામાં પ્રથમ, બીજું, ત્રીજુ અને ચોથા વર્ષનો પ્રોગ્રામ પ્રદાન કરે છે. માનવીય કોલેજીયન વિભાગમાં આનો બીએ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને એક વર્ષ માટે દક્ષિણ એશીયાઇ ભાષાઓ જેવી કે બંગાળી, હિન્દી, મલયાલમ, મરાઠી, પાલી, સંસ્કૃત, તમિલ, તેલુગુ, તિબ્બતી અથવા ઉર્દુ માંથી કોઈ પણ એક ભાષામાં ભણવાનો મોકો આપે છે.

જો કોઈ વિદ્યાર્થી હિન્દીમાં અભ્યાસ કરવા માગે છે તો salc.uchicago.edu પર જઈને માહિતી લઇ શકે છે.

કાર્નેલ યુનિવર્સીટી :

દુનિયાની ટોચની સંસ્થાઓ માંથી એક સંસ્થા કાર્નેલ યુનીવર્સીટી ના ડીપાર્ટમેન્ટ ઓફ એશિયન સ્ટડીજમાં હિન્દી ભાષામાં ત્રણ લેવલમાં અભ્યાસ કરાવવામાં આવે છે. પહેલું સ્તર બિલકુલ સામાન્ય હોય છે. અને બાકીના બે સ્તર અનુભવી લોકો માટે હોય છે.

હિન્દી શીખનાર લોકો માટે અહિયાં પ્લેસમેન્ટ સેલ પણ હોય છે. જ્યાં પરીક્ષા આપીને હિન્દી ભાષાને વધુ ડીટેલ્સમાં સમજી સકે છે. હિન્દી ભાષામાં ફેલોશીપ પ્રોગ્રામ પણ કરાવવામાં આવે છે. asianstudies.cornell.edu પર વિજીટ કરીને વધુ માહિતી લઇ શકાય છે.

Leave a Comment