આજ સુધીમાં કેટલા કળયુગ વીતી ચુક્યા છે ? તેમજ આપણે અત્યારે કયા કળયુગમાં જીવી રહ્યા છીએ.. શું છે યુગોનું વાસ્તવિક રહસ્ય ? ચાલો જાણીએ આ લેખના માધ્યમથી !
કળયુગની શરૂઆત કેવી રીતે થઇ ?
આપના હિંદુ ધર્મને આધારે યુગોનું બદલવું યુગચક્ર પર આધારિત છે. હિંદુ ધર્મ ગ્રંથોમાં ચાર ગ્રંથોનું વર્ણન કરવામાં આવે છે જેની શરૂઆત સતયુગ થી થાય છે ત્યારબાદ ત્રેતાયુગ તેમજ દ્વાપરયુગ તેમજ અંત કળયુગમાં થાય છે. જ્યાં અત્યારે આપણે જીવીએ છીએ. દરેક એક યુગના અંત પછી નવા યુગની શરૂઆત થાય છે.
આમાં કળયુગની સમાપ્તિ પર યુગ ચક્ર બદલાય છે. જેમ ઘડિયાળમાં ૧૨ વાગ્યા પછી નવા દિવસની શરૂઆત થાય છે તેમ ચાર યુગ પછી એક નવા કાળ ચક્રની શરૂઆત થાય છે.
- સનાતન ધર્મમાં ભોજન લેતી વખતે થાળીની ફરતે પાણીથી ગોળ કેમ કરે છે ?
- મહાભારત અને રામાયણ યોદ્ધાઓની લંબાઈ કેટલી હતી ?
- ઈન્સ્ટાગ્રામ પર રીલ્સ જોવાની આદતથી છુટકારો કેવી રીતે મેળવવો ?
- અમેરિકાની આ ત્રણ યુનીવર્સીટીમાં મળે છે હિન્દીમાં શિક્ષણ
- આ ગામમાં એક પણ ઘરને તાળું નથી.
વાસ્તવમાં હાલમાં ૯૦% હિંદુઓ નથી જાણતા કે વાસ્તવમાં આપણે જે કળયુગમાં જીવી રહ્યા છીએ એ એક જ કળયુગ નથી આપણા પહેલા પણ કેટલા કળયુગ વીતી ગયા છે તેમજ આવનારા સમયમાં પણ ગણ કળયુગ જન્મ લેશે. જેનું વિસ્તારથી વર્ણન હિંદુ ધાર્મિક ગ્રથોમાં જોવા મળે છે.
આપના હિંદુ ધાર્મિક ગ્રંથો આજના આધુનિક વિજ્ઞાનથી ગણા આગળ છે. આજના વૈજ્ઞાનિકો જે મોઘી મોઘી સેટેલાઈટથી બ્રહ્માંડમા ગ્રહો ની દીશા, ગુરુત્વાકર્ષણ જેવી શોધો કરી રહ્યા છે. એ બધું જ આપણા હિંદુ ધાર્મિક ગ્રંથોમાં પહેલાથી લખાઈ ચુક્યું છે. એ પછી સૂર્યથી પૃથ્વીનું અંતર હોય કે પછી બ્રહ્માંડની ઊંડાઈ હોય.
તો એ સંભવ છે કે ધર્મગ્રંથો નું બારીકીથી અધ્યયન કરવામાં આવે તો કળયુગનું આયુષ્ય તેમજ કળયુગનું ચક્ર જાણી શકાય છે. કારણ કે સમય એક ચક્ર છે જે લગાતાર ગુમતું રહે છે જે અમુક સમય પછી આપણા યુગને બદલી નાખે છે.
આપણે કયા કળયુગમાં જીવી રહ્યા છીએ ?
ચાલો જાણીએ કે કળયુગની ગણતરી કેવી રીતે કરી શકાય છે અને આપણે કયા નંબરના કળયુગમાં જીવી રહ્યા છીએ ? આ સૃષ્ટિના રચયિતા, પાલનહાર અને સંહારક બ્રહ્મા વિષ્ણુ અને મહેશને ગણવામાં આવ્યા છે. જેને ત્રિદેવ પણ કહેવાય છે. બ્રહ્મા એ બ્રહ્માંડનું નિર્માણ કર્યું છે અને બ્રહ્માંડમાંથી જ બ્રહ્મનો જન્મ થયો છે.
આપની પ્રકૃતિનો નિયમ છે કે જેનો જન્મ થયો છે તેનો નાશ થાય છે. તેથી જ્યારે જયારે બ્રહ્માજી નો જન્મ થયો છે ત્યારે ત્યારે તેમનું મૃત્યુ પણ થયું છે. જેથી આપણા બ્રહ્માંડનું સર્જન થયું છે તો તેનો પણ નાશ જરૂર થશે. પરંતુ આ કાલ ખંડ એટલો મોટો છે કે જે આના અંત સુધી જીવી જાય છે તે અમર ગણાય છે.
શાસ્ત્રો પ્રમાણે બ્રહ્માજીનું આયુષ્ય ૧૦૦ વર્ષ છે પરંતુ આ ૧૦૦ વર્ષ અત્યારના ૧૦૦ વર્ષ કરતા બહુ જ વધારે છે. જેમ આપણે અહિયાં ૩૬૫ દિવસનું એક વર્ષ હોય છે જેના બે ભાગ હોય છે. દિવસ અને રાત. તેજ રીતે બ્રમાજીના એક કલ્પમાં ૧૪ માંલ્વંત્ર હોય છે. એક માલ્વંતરમાં ચાર યુગ હોય છે.
એ આ ચાર સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ છે. આપણો કળયુગ ૪૩૨૦૦૦ વર્ષનો છે. જો આપણે આની ગણના બ્રહ્માજીના સમય પ્રમાણે કરીએ તો જ્યારે મનુષ્યના ચાર અરબ બત્રીસ કરોડ વર્ષ પુરા થાય ત્યારે બ્રહ્માજીનો ફક્ત એક દિવસ થાય છે. તો વિચારો બ્રહ્માજીની ઉંમર ૧૦૦ વર્ષની છે. તો આપના સમય પ્રમાણે કેટલી થાય ?
બ્રહ્માજીની ઉમાર પ્રમાણે જોઈએ તો આપણે એમના ૫૧માં વર્ષના પ્રથમ દિવસમાં જીવીએ છીએ. એમના પ્રથમ કલ્પનું ૭મુ માંન્વાતર નું સબ ચાલી રહ્યું છે. અને આ ૨૮મો મહાયુગ છે. મતલબ આના પહેલા ૨૪૪૭ કળયુગ વીતી ચુક્યા છે પૃથ્વી પર અને આપણે ૨૪૪૮ મા કળયુગમાં જીવી રહ્યા છીએ.
- આ પણ વાંચો : કયા ચિરંજીવીઓ હાલ પણ પૃથ્વી પર જીવે છે ?
હવે આપણા માંથી કેટલાક વિચારશે કે આવું ક્યાંથી સંભવ છે ? તો આના વિષે એક કહાની પણ આપના હિંદુ શાસ્ત્રોમાં લખેલી છે. એ કહાની છે કાકભુશંડીજીની. ગ્રંથો મુજબ લોમાસ ઋષિના શ્રાપને કારણે કાકભુશંડી કાગડો બની ગયા હતા. શ્રાપથી બચવા માટે એમને રામમંત્ર તેમજ ઈચ્છામૃત્યુ નું વરદાન પ્રાપ્ત થયેલું હતું.
જેથી તેમને પૂરું જીવન કાગડાના રૂપમાં જ વિતાવ્યું. કાગ્ભુશંડીએ જ પહેલી રામાયણ ગીધરાજ ગરુડ ને સંભળાવી દીધી હતી. આપણને જાણીને હેરાની થશે કે કાગ્ભુશંડીને ગ્રંથોમાં ટાઈમટ્રાવેલના રૂપમાં દર્શાવ્યા છે. કહેવાય છે કે એમને ૧૧ અલગ અલગ રામાયણ અંદ ૧૬ અલગ અલગ મહાભારત જોયેલી છે.
માનો કે ના માનો પણ એમને કળયુગને ગણી વખત બનતા અને નષ્ટ થતા જોયો હશે તેમજ બ્રહ્માજીને પણ જન્મતા અને મરતા જોયા હશે. શું ખબર એમને આખા બ્રહ્માંડને પણ બનતા અને નષ્ટ થતા જોયું હશે. કદાચ એમને સમાંતર બીજી પૃથ્વી પર જઈને રામાયણ અને મહાભારત ઘટીત થતા જોયું હશે. આપણે વિચારીએ કે શું આ સંભવ છે ?
આપના હિંદુ ગ્રંથોમાં લખેલું છે કે બ્રહ્માંડમાં બીજા અનેક સમાંતર બ્રહ્માંડ છે જેને અનેક બ્રહ્માંડ નિયંત્રિત કરે છે. એ જણાવવું મુશ્કેલ છે કે કયા બ્રહ્માંડમાં કયો કળયુગ ચાલી રહ્યો છે કે પછી બીજો કોઈ યુગ ચાલી રહ્યો છે. જે પણ હોય પણ એક વાત નક્કી છે કે ત્યાં પણ યુગો નું ચક્ર ચાલતું હશે જ.
આજ પહેલા ૨૪૪૭ કળયુગ વીતી ચુક્યા છે. આવનારા સમયમાં પણ હજારો કળયુગ આવશે જ્યાં સુધી બ્રહ્મા મૃત્યુ પામીને જીવિત ના થઇ શકે. જ્યાં સુધી નવા મન્વન્તરની શરૂઆત નથી થતી. જયારે ૪૩૨૦૦૦ વર્ષ પૂર્ણ થશે ત્યારે કળયુગનો અંત થશે અને સતયુગ ફરીથી આવશે. ત્યારે બ્રહ્માજીનો એક દિવસ પૂર્ણ થશે.
ત્યારે ફરીથી સમયનું ચક્ર ફરશે સતયુગ ફરીથી દ્વાપર યુગ , ફરીથી ત્રેતાયુગ અને ફરીથી કળયુગ આવશે. પરંતુ જેમ જેમ કળયુગનો અંત નજીક આવશે તેમ તેમ ધરતી પર પાપ વધશે. અને ધર્મ નો નાશ થતો જશે. અને પછી ધરતી પરથી કળયુગનો વિનાશ થઇ જશે.
4 thoughts on “પૃથ્વી પર કયા નંબરનો કળયુગ ચાલી રહ્યો છે ?”