શું પૈસા અને સુંદર પત્ની જ જીવનનું લક્ષ્ય છે ?

પૈસા, ધનદોલત, સુંદર પત્ની બધું જ જો ભગવાન આપણને આપી દે તો આપણે સુખનો અનુભવ કરીશું ? શું સુખ આજ છે ? ઇન્દ્રેશ્જી ની કથા માંથી એક પ્રસંગ છે.

ભગવાન કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન ! જો અતિરેકમાં સુખ પણ માણસને મળી જશે ને તો એ એનાથી કંટાળી જશે. તો એનો મતલબ એ છે કે સુખ આપનું લક્ષ્ય નથી, આપનું લક્ષ્ય છે શાંતિ. અને શાંતિ ફક્ત એક જ વસ્તુ થી મળે છે અને એ છે ત્યાગ !

કૃષ્ણ કહે છે ત્યાગા શાંતિ અનંતરમ. તો આપણે શાંતિ જોઈએ તો એના માટે ત્યાગ આપવો પડે છે. આપણે કરેલા કર્મના ફળોનો ત્યાગ.

ગીતાના અધ્યાય 5 ના શ્લોક ૧૨ માં કૃષ્ણ ભગવાન કહે છે યુક્તઃ કર્મફલમ ત્યકત્વા શાન્તીમાન્પ્રોતી ! નૈષ્ટિકીમ અયુક્ત: કામકારેણ ફલે સકતો નીબ્ધ્ય્તે ! અર્થાત કર્મયોગી કરેલા કર્મ ફળોને ભગવાને અર્પિત કરીને ચીર્કાલીક શાંતિ મેળવી લે છે.

અને બીજા જે કામયુક્ત થઈને પોતાના અંગત સ્વાર્થથી પ્રેરિત થઈને કામ કરે છે. એ લોકો બંધનોમાં પડી જાય છે. કારણ કે એ કર્મ ફળોમાં આસક્ત થઈને કામ કરે છે.

1 thought on “શું પૈસા અને સુંદર પત્ની જ જીવનનું લક્ષ્ય છે ?”

Leave a Comment